R. S. J. C. Munshi Sarvajanik Primary School

Sports Day 2026


Sports Day 2026



રમતોત્સવનું આયોજન  

તારીખ-05/2/2026 ને ગુરૂવારના રોજ બાળકોનો શારીરિક,માનસિક અને બાળકોમાં ખેલદિલીની ભાવનાનો વિકાસ થાય તે હેતુથી આપણી શાળાના 'સ્પોર્ટ્સ ડે'નું આયોજન કે.પી.કોમર્સ કોલેજના મેદાનમાં કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના મંત્રીશ્રી   ડો.સાગરભાઇ દેસાઈ હાજર રહ્યા હતા. કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના એજ્યુકેશન હેડ શ્રી વિપુલભાઈ ગોહેલ અને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી પ્રાથમિક વિભાગના નિયામક શ્રી ભરતભાઈ દેસાઈ હાજર રહ્યા હતા. બાળભવન અને ધોરણ-1 થી 8 ના વિદ્યાર્થીઓને માટે વયકક્ષાને અનુરૂપ વિવિધ રમતનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વાગત પ્રવચન શાળાના આચાર્ય શ્રી રોહનભાઈ લાડવીયા તથા આભારવિધિ શ્રીમતી નેહાબેન દેસાઈએ કરી હતી. સમગ્ર કાર્યનુ સંચાલન શ્રીમતી રીટાબેન ચૌધરી,શ્રીમતી હેતલબેન પટેલ તથા શાળા પરિવાર કર્યું હતુ. વિજેતા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે મેડલ આપવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર વિવિધ રમતો રમ્યા અને સાથે સાથે ડબ્બા પાર્ટીની પણ મજા લીધી હતી. આવા સુંદર આયોજનમાં શાળાના સર્વ સ્ટાફે ખૂબ જ સરસ ભૂમિકા ભજવી હતી.